- રાજકોટના નીડર,લોકનાયક,પ્રજાને જાગતલ નેતા,ધારાસભ્યશ્રી તથા રાજકોટ શહેરકોંગ્રેસના
પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ - ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પાછલી બે પેઢીની મજબુત ધરોહરને વધુ સફળ બનાવવા એક વિચારને
સેતુ બનાવી રાજકીય અભિયાનનું નિર્માણ - સ્વતંત્ર સેનાની દાદા સ્વ. લક્ષ્મણભાઈ રાજગુરુ તથા લોખંડી મનોબળ ધરાવતા સ્વ. સંજયભાઈ
રાજગુરુની વિચારધારા પથદર્શક બની
રાજકોટના નીડર,કર્તવ્યનિષ્ઠ, લોકનાયક પ્રજાના જાગતલ નેતા, કોંગ્રેસના ધારાસભ્યશ્રી તથા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલ રાજગુરુનો જન્મ તા. ૨૬/૦૬/૧૯૬૬ના રોજ રાજકોટ ખાતે થયો હતો.
સ્વતંત્ર સેનાની લોકપ્રહરી દાદા સ્વ. લક્ષ્મણભાઈ રાજગુરુ તથા કોંગ્રેસના લોખંડી મનોબળ ધરાવતા જીલ્લા પંચાયતના પ્રમુખ સ્વ. સંજયભાઈ રાજગુરુ તરફથી લોકસેવા ગળથુથીમાં મળેલ હતી.શ્રીમતી જસુમતીબેન રાજગુરુએ તેમને બચપણથી જ શૈક્ષણિક જાગૃતિ, પ્રમાણિકતા, સેવાના પાઠ ભણાવ્યા હતા.
જીલ્લા પંચાયતના પ્રમુખ સ્પષ્ટ વક્તા બીઝનેસમેન સ્વ. સંજયભાઈ રાજગુરુના સંતાનમાં ૩ પુત્રીઓ તેમજ ૨ પુત્રો માંહેના શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ બીઝનેસની સાથે લોકસેવાની પગદંડી પસંદ કરી હતી.
ભણતર બાદ શોખમાં હોર્સ રાઈડીંગ તેમજ ગ્રેટ હિમાલયન કાર રેલીમાં ભાગ લઈને રાજકોટને ભારતના નકશામાં સ્થાન અપાવેલ સાથે-સાથે લગભગ ૧૫ થી ૧૬ દુનિયાના મહાન દેશોની ભ્રમણા કરી હતી તેમજ કાશ્મીરથી કન્યા કુમારી સુધી દેશના વિવિધ રાજ્યોમાં ફરી સાંસ્કૃતિક પરિવેશનો અભ્યાસ કર્યો હતો.
દોમ-દોમ સાહેબી તથા જાગ ઝમાળ સમી “લાઇમ લાઈટ” ની જિંદગી પસંદ કરવાના બદલે યુવાવસ્થામાં સાલ ૧૯૯૫ બાદ રાજકોટ શહેરના કોંગ્રેસના સક્રિય રાજકરણમાં જંપલાવીને નવી દિશા પસંદ કરી હતી.
સાલ ૨૦૦૦માં કોર્પોરેશનની ચુંટણીમાં નગર સેવક તરીકે જંગી બહુમતીથી ચુંટાયા હતા અને અનુક્રમે ડેપ્યુટી મેયરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી ૫ વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજકોટના વિકાસમાં વિશિષ્ઠ યોગદાન આપ્યું હતું.
સાલ ૨૦૦૯માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે તેમની કાર્યદક્ષતા નિહાળીને રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુક જાહેર કરી હતી આ દરમ્યાન વિધાનસભા/લોકસભામાં અદભુત સક્રિયતા દાખવી સૌ પ્રથમવાર કોંગ્રેસને લોકસભાની સીટ અપાવવા માટે પુરુષાર્થ કર્યો હતો.
સાલ ૨૦૧૨માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ વિધાનસભા-૬૮ ના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા આ ચેલેન્જ ઉપાડી ઉપલાકાંઠા (યુ. કે.) તરીકે પ્રખ્યાત વિધાનસભાની સીટ જીતીને પ્રતિપક્ષના ગઢના કાંગરાને વેરણ-છેરણ કરી નાખ્યા હતા.
ધારાસભ્યશ્રી તરીકે વિધાનસભા-૬૮ માં સાલ ૨૦૧૨ થી ઉપલા કાંઠાનો વિકાસ,લોક જાગરણ અભિયાન,સ્લમ એરિયાની જાગૃતિ તેમજ શાસક પક્ષની નીમ્ભર વૃતિને ઢંઢોળવા માટે રેલીઓ, ધારણાઓ, ગુંડાગીરી સામે અભિયાન, વિવિધ સમાજના ધાર્મિક તહેવારોના ઉત્થાન માટે સ્વખર્ચે યોગદાન આપીને રાજકરણને નવી રાહ ચીંધી હતી. વિધાનસભા-૬૮ માં તેમનું મધ્યસ્થ કાર્યાલય ૨૪ કલાક ધમ-ધમતું રહે છે અને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં કાર્યરત છે.
સાલ ૨૦૧૭માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશથી રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી તરીકે પસંદગી પામ્યા હતા. તેમની નિમણુકની સાથે શહેર કોંગ્રેસમાં નવી ચેતના ઉભરી આવી હતી.
આગામી ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સીધા માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૯ની ચુંટણીની ચેલેન્જ ઉપાડીને કાર્યરત થયેલ છે તેમજ વિધાનસભા ૬૯ ના જટિલ પ્રશ્નો, પ્રજાની સુખાકારી માટે આંદોલન, જન જાગરણ અભિયાન ન્યાય માટે વલખા મારતા નાગરિકોને સધિયારો આપી પ્રજા સેવકનું નવું પરિણામ ઉભું કરેલ છે.
તાજેતરમાં લોક જાગરણ અભિયાન અંતર્ગત મ્યુઝીકલ ઈવેન્ટ્સ,લોક ડાયરા, હસયરા, નાટકો, સેમીનાર, ડીબેટ તેમજ શહેરના નજરાણારૂપ રેસકોર્સમાં શિવધામ ધાર્મિક ઉત્સવ જેમાં લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ ગીનીશ બુક ઓફ વર્લ્ડમાં નોંધ લેવામાં આવી હતી.
આજે તેમની રાહબરી હેઠળ શૈક્ષણિક તેમજ સંસ્થાકીય, સામાજીક, સંસ્થાઓ કાર્યરત છે. ખાસ કરીને રાજકોટની સુપ્રસિદ્ધ સંસ્થા “બ્રહ્મ સંગમ”ના વર્ષોથી પ્રમુખશ્રી તરીકે સેવા આપે છે તેમજ શહેરની લોકપ્રિય કોલેજ સંકુલ “સંજય રાજગુરુ એજયુકેશન ઝોન” માં અભ્યાસ ક્રમ મુજબ ડીગ્રી, ડીપ્લોમા તેમજ બી.એસ.સી.ના કોર્ષ ચાલુ છે તેમજ નીલ્સ સીટી ક્લબ, નીલ દા ધાબા સહિત રાજકોટ શહેરમાં ડેવલોપર્સ તરીકે નામાંકિત છે.
પ્રજા સેવાનો જીવનમંત્ર સંદેશને વિચારધારામાં ઉજાગર કરનાર શ્રી ઇન્દ્રનીલ રાજગુરુને રાજકોટની સ્થાનિક પ્રજા તરફથી ભાવાત્મક પ્રતિસાદ તેમજ આવકાર મળેલ છે.